ગુજરાતી

શું આપને ટીવી લાઇસન્સની આવશ્યકતા છે?

યુકે,ચેનલ આઇસલેન્ડસ અને આઇસલ ઓફ મેનમાં, જો આપ ટીવી કાર્યક્રમ સેવાઓ કે જે ટીવી પર દર્શાવવામાં આવી રહ્યાં છે (વિદેશી સેટેલાઇટ સેવાઓ સહિત) તેમને જોવા કે રેકોર્ડ કરવા માટે આપને ટીવી લાઇસન્સની આવશ્યકતા રહેશે.

તેમાં નીચેના સાધનોનો સમાવેશ થશેઃ

 • ટેલીવીઝન સેટ
 • ડાયલોગ બોક્સ
 • DVD અથવા વિડીયો રેકોર્ડર
 • PC અથવા લેપટોપ
 • મોબાઇલ ફોન

જો આપ ઉપરોક્ત દર્શાવેલ એકથી વધુ સાધનોનો ઉપયોગ કરત હો તો પણ, આપને પ્રતિ ઘર ફક્ત એક લાઇસન્સની આવશ્યકતા રહેશે.

પ્રતિ વર્ષ એક ટીવી લાઇસન્સની કિંમત કલર ટીવી માટે £145.50, અને પ્રતિ વર્ષ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી માટે £49.00 છે.

માન્ય લાઇસન્સ વિના ટીવી જોવું ગેરકાયદેસર છે. જો આપ માન્ય લાઇસન્સ વિના ટીવી જોઇ રહ્યાં છો, આપ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે અને £1 000 સુધીનો દંડ કરવામાં આવી શકે છે.

નીચે મુજબની વિવિધ પદ્ધતિ દ્વારા આપ ટીવી લાઇસન્સ ખરીદી શકશો.

ભાષા વિશેની નોંધઃકૃપા કરી ધ્યાન આપો, આ વેબસાઇટ પરની કોઇપણ લીન્કસ પર જો આપ ક્લીક કરો, આપને ઇંગ્લીશ ભાષાનું સાહિત્ય ઉપલબ્ધ થશે. જો આપ અમારી ટેલીફોન ભાષાંતર સેવાનો ઉપયોગ કરવાની હોય, કૃપા કરી 0300 790 6044 પર અમને ફોન કરો અને આપ કોઇપણ સાથે આપની પોતાની ભાષામાં વાત કરી શકશો.

આપના ટીવી લાઇસન્સ માટે કેવી રીતે ચૂકવણી કરવી

ડાયરેક્ટ ડેબીટ

ડાયરેક્ટ ડેબીટ એ આપના લાઇસન્સ માટે ચૂકવણી કરવાનો સૌથી સરળ રસ્તો છે, જેના દ્વારા આપ માસીક અથવા ત્રીમાસીક હપ્તાઓમાં ચૂકવણી કરી શકશો, અથવા એક જ વારમાં આપ આખા વર્ષની ફિ પણ ચૂકવી શકશો. એક વખત આપના ડાયરેક્ટ ડેબીટની ગોઠવણી થઇ ગયા બાદ, દર વર્ષે આપનું લાઇસન્સ સ્વયં રીન્યુ થઇ જશે, આથી આપને લાઇસન્સ વિશે ક્યારેય ચિંતા કરવાની રહેશે નહીં.

ડાયરેક્ટ ડેબીટની ગોઠવણી આપ ઓનલાઇન અથવા 0300 790 6044 પર ફોન કરી તમારી બેંક માહિતી આપી શકશો. (કૃપા કરી ધ્યાનમાં રાખો કે ત્રીમાસીક ડાયરેક્ટ ડેબીટ માટે પ્રતિ હપ્તા માટે £1.25 વધુ લેવામાં આવશે. કૃપા કરીને એ પણ ધ્યાનમાં રાખો કે અમુક બેંક્સ અને બિલ્ડીંગ સોસાયટીઝ ડાયરેક્ટ ડેબીટ સ્વીકારતી નથી, આથી પ્રથમ તપાસ કરો.)

સરળ રોકડ એન્ટ્રી [TV Licensing Payment Card]

અમારી સરળ રોકડ એન્ટ્રી યોજના [TV Licensing Payment Card scheme] એ આપની લાઇસન્સ કિંમત ચૂકવવાની અન્ય પદ્ધતિ છે, કે જેનાથી આપ સપ્તાહિક અથવા પખવાડિક હપ્તાઓ પ્રતિ સપ્તાહ £5.50 સુધીની નાની રકમમાં ચૂકવી શકશો. આ ગોઠવણી વિશે વધુ માહિતી માટે, કૃપા કરી 0300 555 0286પર ફોન કરો (ફક્ત ઇંગ્લીશ).

ઓનલાઇન

આપ ટીવી લાઇસન્સની ઓનલાઇન ચૂકવણી પર કરી શકશો. આથી આપ આપનું લાઇસન્સ મેઇલ દ્વારા, સાથે સાથે અમારા તરફથી અન્ય પત્રવ્યવહારો પણ મેળવવાનું પસંદ કરી શકશો. (આમ કરવા માટે, આપના ઇમેઇલ એડ્રેસમાં ફક્ત ઇંગ્લીશ અક્ષરો જ હોય તે મહત્વનું છે.)

આપ આપનું ટીવી લાઇસન્સ અહીં ચૂકવી શકશો – ડેબીટ અથવા ક્રેડીટ કાર્ડ દ્વારા અથવા ડાયરેક્ટ ડેબીટની ગોઠવણી કરી.

કૃપા કરી આપની બેંક માહિતી હાથ પર રાખો અને ઇંગ્લીશમાં પેમેન્ટ ફોર્મ ભરવા માટે તૈયાર રહો.

ટેલીફોન

જો આપ માએસ્ટ્રો, ડેલ્ટા, સોલો, વિઝા અથવા માસ્ટર કાર્ડ ધરાવતા હો, તો આપ ફોન પર પણ આપના ટીવી લાઇસન્સની ચૂકવણી કરી શકશો. સરળતાથી 0300 790 6044 પર ફોન કરો અને તમારા કાર્ડની માહિતી હાથ પર રાખો.

(જો આપ અમારી ટેલીફોન ભાષાંતર સેવાનો ઉપયોગ કરી ચૂકવણી કરવા માગતા હો, કૃપા કરી 0300 790 6044 પર ફોન કરો અને આપ કોઇપણ સાથે આપની પોતાની ભાષામાં વાત કરી શકશો.)

પેપોઇન્ટ આઉટલેટ

આપ કોઇપણ પેપોઇન્ટ પર જઇ રોકડ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા ટીવી લાઇસન્સ ખરીદી શકશો. કેશીયરને ફક્ત આપનું નામ અને સરનામું જણાવો.

સમગ્ર યુકેમાં 19,000 થી વધુ પેપોઇન્ટ આઉટલેટ્સ છે, અને તેમાં આપના લોકલ શોપ, સુપરમાર્કેટ અથવા ગેરેજ પરના કેશ ડેસ્કનો પણ સમાવેશ થઇ શકે છે. ઘણાં પેપોઇન્ટ આઉટલેટ્સ લાંબા કલાકો, સપ્તાહના સાત દિવસો સુધી ખુલ્લાં રહે છે. આપનું સ્થાનિક પેપોઇન્ટ આઉટલેટ શોધો પર ક્લીક કરી અથવા 0300 790 6137 પર ફોન કરી સ્થાનિક પેપોઇન્ટ આઉટલેટ શોધી શકશો (ફક્ત ઇંગ્લીશ).

પોસ્ટ

આપ TV Licensing, Darlington, DL98 1TL પર ચેક મોકલી શકશો. સંપૂર્ણ લાઇસન્સ ફિ માટે તેને કૃપા કરી ‘TV Licensing’ નામનો પેયેબલ કરો અને પાછળ તમારું નામ, સરનામું અને પોસ્ટકોડ લખવાનું યાદ રાખો. કૃપા કરી રોકડ મોકલશો નહીં.

ટીવી લાઇસન્સીંગ બચત કાર્ડ [TV Licensing savings card]

ટીવી લાઇસન્સીંગ બચત કાર્ડ [TV Licensing savings card]નો ઉપયોગ કરી આપના ટીવી લાયસન્સની સામે આપ નાનકડી રકમની બચત કરી શકશો. રોકડ અથવા ડેબીટ કાર્ડની મદદથી તેમાં તમારી બચત ઉમેરવા માટે કોઇપણ પેપોઇન્ટ આઉટલેટ પરથી આ કાર્ડ લો. જ્યારે આપનું લાઇસન્સ રીન્યુ કરાવવાનું હોય ત્યારે જો તમે સંપૂર્ણ ટીવી લાઇસન્સ ફિ માટે આપે બચત કરી હોય, તો પોસ્ટ દ્વારા આપને સ્વયં નવું લાઇસન્સ પ્રાપ્ત થશે.

ટીવી લાઇસન્સીંગ બચત કાર્ડ [TV Licensing savings card] માટે અરજી કરવા અંગે વધુ માહિતી મેળવવા માટે, કૃપા કરી 0300 555 0281 પર ફોન કરો (ફક્ત ઇંગ્લીશ).

આવશ્યક માહિતી

શું આપે તાજેતરમાં ઘર બદલાવ્યું છે?

જો આપે તાજેતરમાં ઘર બદલાવ્યું હોય તો, આપે અમને જાણ કરવાની રહેશે આથી અમે આપનું ટીવી લાઇસન્સ આપના નવા સરનામાં પર તબદીલ કરી શકીએ અને આપનું લાઇસન્સ યોગ્ય રીતે જળવાઇ રહે. ઓનલાઇન અથવા 0300 790 6044 પર અમને ફોન કરી તમે તમારી માહિતી સુધારી શકશો.

શું આપ 74 વર્ષના છો?

જો આપ 74 વર્ષના છો અને 75માં જઇ રહ્યાં છો તે પહેલાં આપનું ટીવી લાઇસન્સ સમાપ્ત થાય છે, તો આપ ટૂંકા સમયનું ટીવી લાઇસન્સ ખરીદવા માટે લાયક થશો. તેમાં આપના ઘરના સરનામાંનો સમાવેશ ત્યાં સુધી થશે કે જ્યારે આપ 75મો જન્મદિવસ ન આવે, જ્યારે આપ 75 વર્ષ પૂરાં કરશો ત્યારે આપને વિના મૂલ્યે આ સેવા ઉપલબ્ધ થશે. ટૂંકા સમયના ટીવી લાઇસન્સ સાથે, આપને વર્તમાન લાઇસન્સ સમાપ્તિની તારીખ અને આપના જન્મદિવસ વચ્ચેના મહિનાની સંખ્યા માટે જ ફક્ત ચૂકવણી કરવાની રહેશે. અરજી કરવા માટે, કૃપા કરી 0300 790 6044 પર ફોન કરો અને આપના નેશનલ ઇન્સ્યોરન્સ નંબર હાથ પર રાખો. (આ નંબર આપને આપના બેંક સ્ટેટમેન્ટ પર મળી શકશે, જો આપનું પેન્શનની ચૂકવણી આપના બેંક ખાતામાં કરવામાં આવતી હોય.) જો આપની પાસે નેશનલ ઇન્સ્યોરન્સ નંબર ન હોય, તો પણ અમને કોલ કરો આપની જન્મ તારીખના અન્ય પુરાવા માટે અમે વ્યવસ્થા કરીશું.

શું આપ 75 વર્ષના કે તેથી વધુ વયના છો?

જો આપ 75 વર્ષના કે તેથી વધુ વયના હો, આપના ઘરના સરનામાં પર આપ 75 થી વધુ વયના વિના મૂલ્યના ટીવી લાઇસન્સ માટે લાયક છો, પછી ભલે આપ યુવાન સગાં કે મિત્રો સાથે રહેત હોવ. જો આપ ટૂંકા સમયનું ટીવી લાઇસન્સ ધરાવતો હો તો જ્યારે આપ 75 વર્ષ પૂરાં કરશો એટલે સ્વયં આપ 75 થી વધુ વયનું વિના મૂલ્યનું ટીવી લાઇસન્સ મેળવશો. જો આમ ન થાય, તો એ માટે આપે અરજી કરવા મહત્વની છે અને એ માટે 0300 790 6044 પર અમને ફોન કરો અને આપના નેશનલ ઇન્સ્યોરન્સ નંબર હાથ પર રાખો. (આ નંબર આપને આપના બેંક સ્ટેટમેન્ટ પર મળી શકશે, જો આપનું પેન્શનની ચૂકવણી આપના બેંક ખાતામાં કરવામાં આવતી હોય.) જો આપની પાસે નેશનલ ઇન્સ્યોરન્સ નંબર ન હોય, તો પણ અમને કોલ કરો આપની જન્મ તારીખના અન્ય પુરાવા માટે અમે વ્યવસ્થા કરીશું.

શું આપ અંધ અથવા દ્રષ્ટિની તીવ્ર ખામી ધરાવો છો?

જો આપ અથવા આપની સાથે દ્રષ્ટિની તીવ્ર ખામી ધરાવતી કોઇ વ્યક્તિ રહે છે, તો આપ આપના ટીવી લાઇસન્સની કિંમત પર 50% છૂટ મેળવવા માટે લાયક છો.

આ વળતરનો દાવો કરવા માટે, આપના અંધત્વ રજીસ્ટ્રેશનના દસ્તાવેજની ફોટોકોપી અથવા આપ અંધ છો અથવા આપ દ્રષ્ટિની તીવ્ર ખામી ધરાવો છો એમ દર્શાવતુ એક પ્રમાણપત્ર આપના આંખના ડોકટર પાસેથી મેળવીને આપે રજૂ કરવાનું રહેશે. આપના ટીવી લાઇસન્સ નંબર, ફોન નંબર અને ચેક ચૂકવણી સાથે આ ફોટોકોપી ટીવી લાઇસન્સીંગ અંધ વળતર સમૂહ [TV Licensing Blind Concession Group], Darlington, DL98 1TLપર મોકલી આપો.

અંધ અથવા દ્રષ્ટિની તીવ્ર ખામી ધરાવતી હોય એવી વ્યક્તિ જો વર્તમાન લાઇસન્સ ધારક ન હોય, તો આપે પ્રથમ લાઇસન્સ તેમના નામમાં તબદીલ કરવાનું રહેશે, જેની વ્યવસ્થા અમે ત્યારે કરી શકીશું જ્યારે આપ અમને 0300 790 6044 પર ફોન કરો.

આપ ટીવીનો ઉપયોગ નથી કરતા?

જો આપ ટીવીનો ઉપયોગ ન કરતા હો, તો આપને ટીવી લાઇસન્સની કોઇ આવશ્યકતા નથી. પરંતુ આ બાબત આપે અમને જણાવવી મહત્વની છે જેથી અમે અમારો રેકોર્ડ આધુનીક કરી શકીએ. કૃપા કરી 0300 790 6044 પર અમને ફોન કરો અથવા ટીવી લાઇસન્સીંગ, Darlington, DL98 1TL પર અમને લખી મોકલો કે અમને ટીવીનો ઉપયોગ કરતા નથી.

શું આપ ચેનલ આઇસલેન્ડઝ અથવા આઇસલ ઓફ મેનમાં રહો છો?

ચેનલ આઇસલેન્ડઝ અથવા આઇસલ ઓફ મેનમાં કૃપા કરી ધ્યાન રાખો કે સ્વતંત્ર શરતો લાગુ છે.

 • ચેનલ આઇસલેન્ડઝ અથવા આઇસલ ઓફ મેનમાં, આપ ટીવી લાઇસન્સની ચૂકવણી પોસ્ટ ઓફીસ દ્વારા કરી શકશો. (મેઇનલેન્ડ યુકેમાં, આપ હવે પોસ્ટ ઓફીસમાં આપના ટીવી લાઇસન્સ માટે ચૂકવણી કરી શકશો નહીં).
 • ચેનલ આઇસલેન્ડઝ અથવા આઇસલ ઓફ મેનમાં, કોઇ કેશ ઇઝી એન્ટ્રી સ્કીમ [TV Licensing Payment Card scheme] નથી.
 • જરસી, ગ્યુએર્નસે અને સાર્કમાં, આપ ડાયરેક્ટ ડેબીટ દ્વારા આપના લાઇસન્સ માટે ત્રીમાસીક ચૂકવણી કરી શકશો નહીં (ફક્ત માસીક અથવા વાર્ષિક ડાયરેક્ટ ડેબીટ દ્વારા જ). આઇસલ ઓફ મેનમાં, ડાયરેક્ટ ડેબીટ દ્વારા આપ માસીક, ત્રીમાસીક અથવા વાર્ષિક ચૂકવણી કરી શકશો.
 • ગ્યુએર્નસે અને આઇસલ ઓફ મેનમાં, આપ ફ્રિ ઓવર 75 ટીવી લાઇસન્સ માટે અરજી કરી શકશો જો આપ 75 અથવા તેથી વધુ વયના હો. કૃપા કરી DHSS નો સંપર્ક કરો.
 • ગ્યુએર્નસેમાં, આપ ફ્રિ ઓવર 65 ટીવી લાઇસન્સ માટે અરજી કરી શકશો જો આપ 65 અથવા તેથી વધુ વયના હો અને સ્ટેટ બેનીફિટ્સ મેળવતા હો. કૃપા કરી DHSS નો સંપર્ક કરો.
 • જરસીમાં, આપ ફ્રિ ઓવર 75 ટીવી લાઇસન્સ માટે અરજી કરી શકશો જો આપ 75 અથવા તેથી વધુ વયના હો અને આપ લો ઇન્કમ પર હો. કૃપા કરી જરસી સોશ્યલ સિક્યુરીટી ડિપાર્ટમેન્ટનો જરસી સામાજિક સુરક્ષા વિભાગ [Jersey Social Security Department] 445505 પર સંપર્ક કરો.
 • સાર્કમાં, 74 વર્ષના વૃદ્ધો માટે કોઇ ફ્રિ ઓવર 75 ટીવી લાઇસન્સ અથવા ટૂંકા ગાળાના ટીવી લાઇસન્સ નથી.

આપ અધિક માહિતીઅહીં મેળવી શકશો અથવા, જો આપને કોઇ સાથે આપની ભાષામાં વાત કરવાની હોય તો, 0300 790 6044 પર ફોન કરો.

કૃપા કરી નોંધ કરોઃ

 • જ્યારે આપ અમને ફોન કરો અથવા લખો, કૃપા કરી આપનો ટીવી લાઇસન્સ નંબર લખવાનું યાદ રાખો જો આપની પાસે હોય.
 • ગુણવત્તા નિયંત્રણ માપ તરીકે, ટીવી લાઇસન્સીંગ પર આવતા અને ત્યાંથી કરવામાં આવતા ટેલીફોન કોલ્સની દેખરેખ કે રેકોર્ડીંગ તાલીમ હેતુ માટે કરવામાં આવી શકે છે જેથી અમે ખાતરી કરી શકીએ કે અમે આમારી ગ્રાહક સેવાના માપદંડો સતત સુધારી રહ્યાં છીએ.
 • પૂરી પાડવામાં આવતી ખાનગી માહિતીનો ઉપયોગ ફક્ત ટીવી લાઇસન્સીંગ સત્તા (the BBC) અને તેના સર્વિસ પ્રોવાઇડર્સ ટીવી લાઇસન્સ વ્યવસ્થાનું સંચાલન કરવા માટે કરશે, જેમાં લાઇસન્સ આપવા, ફિની ઉઘરાણી અને લાગુ કરવા જેવા કાર્યોનો સમાવેશ થાય છે. પ્રથમ આપની સહમતી વિના આ માહિતી ટીવી લાઇસન્સીંગની બહાર કોઇપણને મોકલવામાં આવશે નહીં, સિવાય કે અમને આમ કરવાની ફરજ પડે અથવા કાયદા દ્વારા મંજુરી મળે. કોઇપણ માહિતી સંરક્ષણ પૂછપરછ માહિતી સંરક્ષણ મેનેજર [The Data Protection Manager], ટીવી લાઇસન્સીંગ, Darlington, DL98 1TL પાસે કરી શકાશે.

નિયમો અને શરતો

વ્યાખ્યાઓ

તમે એટલે પરવાના (લાયસન્સ)માં જેનું નામ આપેલું હોય તે વ્યક્તિ. ટીવી ઉપકરણ એટલે ટેલિવિઝન મેળવતું ઉપકરણ.

લાયસન્સની શા માટે જરૂર પડે છે?

 • ટેલિવિઝન પર દર્શાવવામાં આવી રહેલા ટીવી કાર્યક્રમોને નિહાળવા માટે અથવા રેકોર્ડ કરવા માટે કોઇપણ પ્રકારના ટીવી ઉપકરણ જેવા કે ટીવીસેટ, ડિજીટલ બોક્સ, વિડિયો અથવા ડીવીડી રેકોર્ડર, કોમ્પ્‍યુટર અથવા મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા માટે.

તમારું લાયસન્સ શેની શેની છૂટ આપે છે?

 • પરવાનો ટીવી ઉપકરણને ગોઠવવાની અને ઉપયોગ કરવાની છૂટ આપે છેઃ
 • કોઇપણ વ્યક્તિ દ્વારા પરવાનેદાર સ્થળોએ.
 • વાહન, બોટ અથવા કેરેવાનમાં:
 • તમે અને તમારી સાથે પરવાનેદાર સ્થળે સામાન્ય રીતે રહેતી કોઇપણ વ્યક્તિ દ્વારા (જ્યાં સુધી ટીવી ઉપકરણનો એક જ સમયે બિન-પ્રવાસી કેરેવાનમાં અને પરવાનેદાર સ્થળે ઉપયોગ કરવામાં આવતો હોય ત્યાં સુધી).
 • કોઇપણ વ્યક્તિ દ્વારા કે જે સામાન્ય રીતે પરવાનેદાર સ્થળે કામ કરતી હોય (જ્યાં સુધી વાહન, બોટ અથવા કેરેવાનનો ધંધાદારી હેતુસર ઉપયોગ કરવામાં આવતો કોય ત્યાં સુધી).
 • કોઇપણ સ્થળે આંતરિક બેટરીઓ દ્વારા ચાલતા ટીવી ઉપકરણનો ઉપયોગઃ
 • તમારા દ્વારા અથવા કોઇપણ વ્યક્તિ દ્વારા કે જે પરવાનેદાર સ્થળે તમારી સાથે સામાન્ય રીતે રહેતી હોય.

તમારા લાયસન્સમાં શું શું આવરી લેવામાં આવતું નથી?

 • ખાસ અન્ય લોકો, જેમ કે ભાડૂતો, ઉતારૂઓ, પેઇંગગેસ્ટ દ્વારા જ રોકવામાં આવેલ તમારા મકાનના ભાગો.
 • મકાનમાં આવેલા સ્વતંત્ર એકમો.
 • (ખાનગી રહેણાંકના ભાગો સિવાય) કરાર અથવા અન્ય ગોઠવણ દ્વારા અન્ય લોકો દ્વારા કોવામાં આવેલ તમારા મકાનના કોઇપણ ભાગો.
 • જ્યાં ડિજીટલ બોક્સ મૂકવામાં આવ્યું હોય અથવા શ્યામ અને શ્વેત (બ્લેક એન્ડ વ્હાઇટ) ટેલિવિઝન સેટ સાથે ઉપયોગ કરવામાં આવતો હોય, અને જ્યાં સુધી ડિજીટલ બોક્સ ટેલિવિઝન કાર્યક્રમોનું રેકોર્ડ કરી શકે તે રીતે તૈયાર કરાયું ના હોય એ સિવાય, બ્લેક એન્ડ વ્હાઇટ લાયસન્સનો રંગીન ટીવી ઉપકરણ મૂકવા માટે અથવા વાપરવા માટે માન્ય નથી.

તમારા લાયસન્સની શરતો

 • લાયસન્સ શુલ્ક ચૂકવવું જ પડશે.
 • તમને મોકલવામાં આવેલી નોટીસ દ્વારા અથવા જે BBC ની વેબસાઇટ પર અને, જો BBC દ્વારા યોગ્ય ગણવામાં આવે તો, અન્ય રાષ્ટ્રિય સંચારસાધનો પર પ્રકાશિત કરવામાં આવશે તેની જનરલ નોટિસ દ્વારા લાયસન્સને રદ કરી શકાશે અથવા પાછું ખેંચી લેવામાં આવશે અથવા તેની શરતોમાં ફેરફાર કરી શકાશે.
 • ટીવી ઉપકરણનું નિરીક્ષણ કરવા અને અમારી નોંધોની ખરાઇ કરવા માટે અમારા અધિકારીઓ કોઇપણ સમયે પરવાનેદાર સ્થળની મુલાકાત લશે, પરંતુ તમારે તેઓને તમારા ઘરમાં પ્રવેશ કરવા દેવાનો નથી.
 • તમારા ટીવી ઉપકરણ વડે બીજા કોઇપણ રેડિયો અથવા ટેલિવિઝન રિસેપ્શનને તમારે બિનવ્યાજબી દખલ કરવાની નથી.
 • કોમ્યુનિકેશન્સ એક્ટ, 2003 ની સત્તાઓ હેઠળ લાયસન્સિંગ ઓથોરિટી વતી તમારું લાયસન્સ આપવામાં આવે છે.