ટીવી લાયસન્સ વિશેની માહિતી

તમારે આ માટે ટીવી લાયસન્સ લેવાની આવશ્યકતા છે

 • ટીવી પર દર્શાવાતા હોય અથવા ઑનલાઇન ટીવી સેવા પર હોય તેમ કાર્યક્રમો જુઓ અથવા રેકોર્ડ કરો
 • iPlayer પર કોઈ પણ બીબીસી કાર્યક્રમો જુઓ અથવા ડાઉનલોડ કરો.

આ ટીવી, ડેસ્કટોપ કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ ફોન, ટેબ્લેટ, ગેમ્સ કોન્સોલ, ડિજીટલ બોક્સ અથવા ડિવીડી/વીએચએસ રેકોર્ડર સહિત કોઇપણ ઉપકરણ પર હોઇ શકે છે.

એક માનક કલર ટીવીના લાયસન્સનો ખર્ચ £157.50 છે. તમે એક જ વારમાં ચૂકવણી કરી શકો છો અથવા ખર્ચ વહેંચી શકો છો. આ પૃષ્ઠ તમને તમે વિવિધ રીતે ચૂકવણી કરી શકો તેના વિશે, વ્યવસાયો માટે લાયસન્સીસ, અને છૂટ માટે તમે લાયક છો કે નહીં તેના વિશે પણ જણાવશે.

આ પૃષ્ઠ પરની લિંક્સ ઇંગ્લીશ પૃષ્ઠો પર જાય છે. જો તમે અમારી સાથે વાત કરવા માંગતા હોવ, તો કૃપા કરી અમને અમારી ભાષા હેલ્પલાઇન 0300 790 6044*પર કૉલ કરો.

 
શું તમને ટીવી લાઇસન્સની જરૂર છે?

યુનાઇટેડ કિંગડમ, ચેનલ આઇલેન્ડ અને આઈલ ઓફ મેનમાં, તમે એક ટીવી લાયસન્સ દ્વારા આવરી લેવામાં આવશો જો તમે

 • કોઈપણ ચેનલ અથવા ઉપકરણ પર લાઇવ ટીવી કાર્યક્રમો (કોઇ પણ ભાષામાં, વિશ્વમાં ગમે ત્યાંથી પ્રાપ્ત) જોતા હો અથવા રેકોર્ડ કરતા હો, અથવા
 • iPlayer પર બીબીસી કાર્યક્રમો જુઓ અથવા ડાઉનલોડ કરો.

કોઈપણ ઉપકરણ અને તમે વાપરતા હો તે પ્રદાતા માટે આ લાગુ પડે છે નીચેના સહિત:

 • ટીવી સેટ (સ્માર્ટ ટીવી સહિત)
 • ડીવીડી, બ્લુ-રે અને વીએચએસ રેકોર્ડર્સ
 • લેપટોપ અને ડેસ્કટોપ કમ્પ્યુટરો
 • ટેબ્લેટ્સ, મોબાઇલ ફોન અને અન્ય પોર્ટેબલ ઉપકરણો
 • ડિજિટલ બોક્સ અથવા PVRs (જેમ કે સ્કાય, વર્જિન મીડિયા અથવા બીટી ટીવી)
 • ગેમ્સ કોન્સોલ્સ
 • મીડિયા સ્ટ્રીમિંગ ઉપકરણો (જેમ કે એમેઝોન ફાયર ટીવી, એપલ ટીવી, ક્રોમકાસ્ટ, રોકુ અને નાવ ટીવી તરીકે)
 • ફ્રીવ્યુ, ફ્રિસેટ અથવા યુવ્યુ

તમારે પ્રતિ સરનામાં મુજબ એક ટીવી લાયસન્સની આવશ્યકતા રહેશે, તમે સંખ્યાબંધ ઉપકરણો વાપરતા હોવ તો પણ. એકથી વધુ લાયસન્સની આવશ્યકતા હોય, તેવા સંયુક્ત ભાડૂતી કરાર વિનાનાં મકાનો અને વ્યવસાયો માટે વિવિધ શરતો લાગુ થાય છે. જો તમે બીજું મકાન ઘરાવતા હોવ, તો તે સરનામાં માટે તમને અલગ સ્વતંત્ર લાયસન્સની આવશ્યકતા રહેશે. અહીં કૉલ કરી વધુ માહિતી મેળવો 0300 790 6044.

તમે કાયદાનો ભંગ કરી રહ્યા છો, જો કોઇ લાયસન્સના કવચ વિના તમે કોઈપણ ચેનલ અથવા ઉપકરણ પર લાઇવ ટીવી કાર્યક્રમો જોતા હો અથવા ડાઉનલોડ કરતા હો અથવા iPlayer પર બીબીસી કાર્યક્રમો જોતા હો. તમારા પર કાર્યવાહી અને £ 1,000 સુધી દંડનું જોખમ છે (ગર્નસેમાં મહત્તમ દંડ £ 2,000 છે) વત્તા કોઈપણ કાનૂની ખર્ચ અને / અથવા વળતરની ચૂકવણી કરવા માટે તમને ઓર્ડર કરી શકે છે. સ્કોટલેન્ડમાં, પ્રોક્યુરેટર ફિસ્કલ નક્કી કરશે કે કાનૂની કાર્યવાહી કરવી કે નહીં.

જો તમે માત્ર માંગ પર S4Cનું ટીવી જોતા હો અથવા રેડિયો સાંભળતા હો, તો તમારે BBC iPlayer માટે ટીવી લાઈસન્સની જરૂરીયાત નથી.

તમે તાજેતરમાં ઘર બદલ્યું છે?

જો તમે મકાન બદલાવ્યું હોય, અથવા અમારી પાસે તમારી વિગત હોય તેમાં કંઇ ખોટું હોય અથવા ફેરફાર થયો હોય તો કૃપા કરી તમારી નવી સરનામાં વિગતો અમને જણાવો અથવા અમને આ સરનામે લખો TV Licensing, Darlington DL98 1TL.

 

લાઇવ ટીવી અથવા બીબીસી iPlayer જોતા નથી?

તમે ક્યારેય કોઇપણ ચેનલ અથવા ઉપકરણ પર જીવંત ટીવી કાર્યક્રમ જોતા અથવા રેકોર્ડ કરતા ન હો, અને iPlayer પર ક્યારેય BBC કાર્યક્રમ ડાઉનલોડ કરતા ન હો તો તમને ટીવી લાયસન્સની જરૂર નથી. કૃપા કરી અમને જણાવો કે તમને લાયસન્સની આવશ્યકતા નથી અથવા અહીં કૉલ કરો 0300 790 6044*. વ્યવસાયો માટે અલગ શરતો લાગુ થાય છે.

તમે અમને જણાવો કે તમને લાયસન્સની જરૂર નથી, તો લાયસન્સ જરૂરી નથી તેની ખાતરી કરવા માટે અમે તમારી મુલાકાત લઈ શકીએ છીએ. અમે સંપર્ક કરીએ ત્યારે આ મુલાકાતો જરૂરી છે, કારણ કે અમને જણાવેલ હોય કે લાયસન્સની જરૂર નથી તેવા છ લોકોમાંથી લગભગ એકને ખરેખર લાયસન્સની જરૂર હોય છે એવું અમને જણાય છે.

તમને હવે લાયસન્સની આવશ્યકતા નથી?

જો તમે ટીવી લાયસન્સ ધરાવતા હો, પરંતુ લાંબા સમયથી કોઈપણ ચેનલ અથવા ઉપકરણ પર કોઇપણ લાઇવ ટીવી કાર્યક્રમો જોતા અથવા રેકોર્ડ કરતા ન હો, અને લાંબા સમય સુધી ડાઉનલોડ ન કરતા હો અથવા iPlayer પર બીબીસી કાર્યક્રમો ન જોતા હો, તો તમે રિફંડ માટે લાયક થઇ શકો છે. વધુ જાણવા માટે, કૃપા કરી 0300 790 6044 પર કૉલ કરો.

ટીવી લાયસન્સનો શું ખર્ચ છે?

એક કલર ટીવીના લાયસન્સનો ખર્ચ £157.50 પ્રતિ વર્ષ છે. જો તમે અંધ હો (તમારી દ્રષ્ટિ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત હોય) અથવા તમારી વય 74 થી વધુ હોય તો, તમે ટૂંકા-ગાળાની, ઘટાડેલ ફી અથવા વિના મૂલ્યે લાયસન્સને પાત્ર બની શકો છો.

ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ વડે તમે તમારાં ટીવી લાયસન્સ માટે ઓનલાઇન ચૂકવણી કરી શકશો અથવા રીન્યુ કરી શકશો. વૈકલ્પિક રીતે, લાયસન્સ માટે તમે ચૂકવણી કરી શકો તે તમામ વિવિધ રીતો તમને નીચે જોવા મળશે. જો તમારું ટીવી લાયસન્સ રીન્યુ કરી રહ્યાં હોવ તો તમારાં વર્તમાન લાયસન્સ નંબરની તમને આવશ્યકતા રહેશે.

તમારા ટીવી લાયસન્સ માટે કેવી રીતે ચૂકવણી કરવી

તમે એક જ વારમાં ચૂકવણી અથવા ખર્ચની ત્રિમાસિક માસિક અથવા સાપ્તાહિક ચૂકવણી કરી શકો છો.

તમારા ટીવી લાયસન્સ માટે ચૂકવવાનો સરળ રસ્તો ઓનલાઇન, ડાયરેક્ટ ડેબિટ અથવા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ મારફતે છે.

ચૂકવણીના ઉપાયો:

ડાયરેક્ટ ડેબિટ

તમે એક જ વારમાં તમારા ટીવી લાયસન્સ માટે ચૂકવણી અથવા ખર્ચની માસિક અથવા ત્રિમાસિક ચૂકવણી કરી શકો છો. અમે સ્વતઃ રીતે તમારા લાયસન્સ માટેની ચૂકવણીઓ વસૂલ કરીશું, આથી ચૂકવણી ભૂલી જવાની તમારા માટે ક્યારેય સમસ્યા ન થાય.

તમારાં ડાયરેક્ટ ડેબિટની ગોઠવણી થઇ ગયા બાદ, દર વર્ષે તમારા માટે તમારું લાયસન્સ સ્વતઃ રીન્યુ થઇ જશે, જેથી તમારે લાયસન્સ વિના ક્યારેય રહેવાનું થશે નહીં.

જો તમે મકાન બદલાવો, તો અમને જણાવવાની કાળજી રાખો, જેથી તમારા નવાં સરનામાં પર અમે તમારાં ટીવી લાયસન્સનું સ્થળાંતર કરી શકીએ.

તમે તમારા બેંકની વિગતો હાથ પર રાખી ડાયરેક્ટ ડેબિટ ઓનલાઇનની ગોઠવણી કરી શકો છો અથવા અહીં કૉલ 0300 790 6044* કરી શકો છો. કૃપા કરી ધ્યાન રાખો કે જો તમે ત્રિમાસિક ચૂકવણી કરશો, તો દરેક ચૂકવણીમાં £1.25 પ્રીમિયમ ઉમેરવામાં આવશે.

ડેબિટ/ક્રેડિટ કાર્ડ

તમારા ટીવી લાયસન્સની ચૂકવણી ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ વડે ઓનલાઇન, ફોન પર અથવા પેપોઇન્ટ (PayPoint) પર તમારા ડેબિટ કાર્ડ સાથે કરો (અથવા ચેનલ આઇલેન્ડમાં પોસ્ટ ઓફિસમાં). ચૂકવણી વખતે તમારી વિગતો હાથ પર રાખવાની કૃપા કરી કાળજી રાખો. જો તમારું ટીવી લાયસન્સ તમે રીન્યુ કરાવતા હોવ તો તમારો વર્તમાન લાયસન્સ નંબર તમારી પાસે હોય તો તે મદદરૂપ થશે.

ટીવી લાયસન્સીંગ ચૂકવણી કાર્ડ

પ્રતિ સપ્તાહ £6 ના ચૂકવણી કાર્ડથી તમારા ટીવી લાયસન્સના ખર્ચનું તમે વિભાજન કરી શકશો. તમે ઓનલાઇન, ફોન મારફતે, પાઠ્ય સંદેશ મારફતે અથવા કોઇપણ પેપોઇન્ટ (PayPoint) પર (અથવા ચેનલ આઇલેન્ડમાં પોસ્ટ ઓફિસમાં) ચૂકવણી કરી શકશો. જો તમારું ટીવી લાયસન્સ તમે રીન્યુ કરાવતા હોવ તો તમારો વર્તમાન લાયસન્સ નંબર તમારી પાસે હોય તો તે મદદરૂપ થશે.

તમારા ચૂકવણી કાર્ડની વિનંતી કરવા અથવા વધુ માહિતી માટે, અહીં કૉલ કરો 0300 555 0286*. કૉલ ઇંગ્લીશમાં હશે, પરંતુ તમારી પોતાની ભાષામાં વાત કરવા માટે તમે કોઇને કહી શકશો.

ચૂકવણી ક્યાં કરવી:

ઓનલાઇન

તમે અમારી વેબસાઇટ પર તમારા ટીવી લાયસન્સ માટે ચૂકવણી અને સંચાલન કરી શકશો અમારી પાસેથી તમારું ટીવી લાયસન્સ અને અન્ય કોઇ સંદેશાવ્યવહાર પણ ઇમેઇલ મારફતે તમે મેળવી શકશો, પરંતુ તમારા ઇમેઇલમાં માત્ર ઇંગ્લીશ ભાષામાં અક્ષરો અને સંખ્યા હોવા જોઇએ.

તમે તમારા ટીવી લાયસન્સ માટે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અથવા ડાયરેક્ટ ડેબિટની ગોઠવણી કરી ચૂકવણી કરી શકશો.

કૃપા કરી તમારી બેંક વિગતો હાથ પર રાખો, અને તમારું ચૂકવણીનું સ્વરૂપ ઇંગ્લીશમાં હોય તે યાદ રાખો.

ટેલીફોન

જો તમે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ધરાવતા હોવ – જેમ કે માએસ્ટ્રો, ડેલ્ટા, સોલો, વીઝા અથવા માસ્ટરકાર્ડ – તો અહીં કૉલ કરી તમારા ટીવી લાયસન્સની તમે ચૂકવણી કરી શકશો 0300 790 6044. તમારા કાર્ડની વિગતો હાથ પર હોય તેનું કૃપા કરી ધ્યાન રાખો.

પેપોઇન્ટ (PayPoint)

તમે કોઇપણ પેપોઇન્ટ (PayPoint) પર જઇને રોકડ રકમ અથવા ડેબિટ કાર્ડ વડે ટીવી લાયસન્સ ખરીદી શકશો. શોપ આસિસ્ટન્ટને માત્ર તમારું નામ અને સરનામું આપવાનું અને રોકડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા £157.50 સંપૂર્ણ ફી ચૂકવવાની રહેશે.

સમગ્ર યુકેમાં 28,000 થી વધુ પેપોઇન્ટ્સ (PayPoints) છે, જેને તમે અનુકૂળ દુકાનો, ન્યુઝએજન્ટ્સ, ઓફ-લાયસન્સીસ, સુપરમાર્કેટ અથવા પેટ્રોલ સ્ટેશન્સ પર શોધી શકશો. ઘણાં લાંબા કલાકો સુધી, સપ્તાહના સાત દિવસ ખુલ્લાં હોય છે. તમારું સ્થાનિક પેપોઇન્ટ (PayPoint) તમે અહીં શોધી શકશો અથવા અહીં કૉલ કરો 0300 790 6137 અને તમારો પોસ્ટકોડ આપીને મેળવી શકશો. (આ માત્ર ઇંગ્લીશમાં સ્વચાલિત સેવા છે).

ચેનલ આઇલેન્ડ્સમાં અથવા આઇલ ઓફ મેનમાં કોઇ પેપોઇન્ટ્સ (PayPoints) નથી. તેના બદલે તમે કોઇપણ પોસ્ટ ઓફિસ પર ચૂકવણી કરી શકશો.

ટપાલમાં મોકલો

તમે ચેક TV Licensing, Darlington DL98 1TLપર મોકલી શકો છો. સંપૂર્ણ લાયસન્સ ફી માટે 'TV Licensing' નામનો પેયેબલ ચેક તૈયાર કરો, અને ચેકની પાછળ તમારું નામ, સરનામું અને પોસ્ટકોડ લખવાનું યાદ રાખો. કૃપા કરીને રોકડ રકમ મોકલશો નહીં.

શું તમે છૂટ મેળવી શકશો?

જો તમે અંધ હોવ તો (ગંભીર દ્રષ્ટિની ખામી ધરાવતાં હો), તમે 50% રાહત માટે લાયક થઇ શકો છો. જો તમારી વય 74 થી વધુ હોય તો, તમે ટૂંકા-ગાળાની, ટુંકી મુદતનું અથવા વિના મૂલ્યે લાયસન્સને પાત્ર બની શકો છો.

શું તમે અથવા તમે કોઈ વ્યક્તિની સાથે રહેતા હો તે:

 • 75 વર્ષ કે તેથી વધુ છે? તમે નિઃશુલ્ક ટીવી લાઇસન્સ માટે લાયક ઠરી શકો છો. અરજી કરવા માટે, માત્ર 0300 790 6044* પર કૉલ કરો અને નેશનલ ઇન્સ્યોરન્સ નંબર, અથવા જો તમે અરજી કરનાર વ્યક્તિ ન હોવ તો જે વ્યક્તિ માટે તમે અરજી કરી છો તેનો અન્ય વયનો પુરાવો હાથ પર રાખો.
 • તમારી ઉંમર 74 વર્ષ છે? તમારી 75મી વર્ષગાંઠ સુધી આવરી લેવા માટે તમે ટૂંકા ગાળાના ટીવી લાઇસન્સ માટે અરજી કરી શકો છો. વધુ જાણવા માટે 0300 790 6044* પર કૉલ કરો.
 • અંધ અને યોગ્ય પુરાવો આપી શકશે? તમે 50% છૂટની અરજી કરવા માટે લાયક છો. જો તમે આંશિક દ્રષ્ટિ (ક્ષતિગ્રસ્ત દ્રષ્ટિ) ધરાવતા હો તો તમે લાયક નથી. અરજી કરવા માટે, ઑનલાઇન tvlicensing.co.uk/blind પર જાવ અથવા તમારા લાઇસન્સ નંબર, ફોન નંબર અને ચેક ચૂકવણી સાથે તમારા અંધત્વ નોંધણી દસ્તાવેજની ફોટોકૉપી અથવા તમારા આંખના ડૉક્ટર પાસેથી મેળવેલ સર્ટિફિકેટ TV Licensing, Blind concession Group, Darlington DL98 1TLપર ટપાલથી મોકલો.
વ્યવસાયો અને સંગઠનો

સ્ટાફ, ગ્રાહકો અથવા મહેમાનો કોઈપણ ચેનલ પર લાઇવ ટીવી કાર્યક્રમો જોતા હોય કે રેકોર્ડ અથવા ડાઉનલોડ કરતા હોય અથવા iPlayer પર બીબીસી કાર્યક્રમો જોતા હોય તો તમારા વ્યવસાય સંસ્થાનને ટીવી લાયસન્સની જરૂર રહે છે. તમે પૂરાં પાડેલ કોઇપણ ઉપકરણ, તેમજ જે મુખ્યમાં પ્લગ થયેલ હોય તે કોઇપણ પોતાના ઉપકરણો પર આ લાગુ પડે છે.

તમારા વ્યવસાય માત્ર એક સ્થાન પર છે તો તમને માત્ર એક જ ટીવી લાયસન્સ જરૂર પડી શકે છે. દરેક સરનામાં માટે £157.50 એક વર્ષ માટે લાયસન્સનો ખર્ચ છે અને તે સરનામાં પર ઉપયોગમાં હોય તે તમામ ઉપકરણોનો સમાવેશ થશે. સિંગલ ટીવી લાયસન્સ માટે ચૂકવણી કરવાનો સરળ ઉપાય ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ સાથે ઓનલાઇન, અથવા ડાયરેક્ટ ડેબિટ દ્વારા છે.

તમારે એક કરતાં વધુ સરનામાંનો સમાવેશ કરવાની જરૂર હોય તો, સરળ ઉપાય એક કંપની ગ્રુપ ટીવી લાયસન્સ સાથે છે. કોઇ ફોર્મ ભરવાના નથી. તમારે માત્ર એક ચુકવણી દર વર્ષે કરવાની રહેશે, અને તમે માત્ર એક જ યાદી મેળવશો જે એક સરનામે મોકલવામાં આવશે. એક કંપની ગ્રુપ ટીવી લાયસન્સ માટે ચૂકવણી કરવા માટે, 0300 790 6165 પર કૉલ કરો અને અમે મદદ કરવા માટે રાજી થઇશું.

એક ટીવી લાયસન્સમાં આ મુજબ સમાવેશ થતો નથી:

 • તમારા સ્થળો પર નિવાસી રહેઠાણ,
 • તમારા સ્થળો પર અન્ય કોઇ દ્વારા ચલાવવામાં આવતા વેલફેર અથવા સોશ્યલ ક્લબ,
 • અન્ય સંસ્થાઓ માટે તમે પેટા ભાડા પર આપેલ સ્થળો, અથવા
 • આતિથ્ય વિસ્તારો.

હોટેલ્સ, હોસ્ટેલ્સ, મોબાઇલ યુનિટ્સ અને કેમ્પસાઇટ્સ માટે પણ વિવિધ નિયમો છે.

કૃપા કરી નોંધ લેશો: જો તમારી જગ્યાએ ગ્રાહકો કે કર્મચારીઓ માટે ક્યારે પણ સંગીત વગાડવામાં આવતું હોય, ઉદાહરણ તરીકે રેડિયો, ટીવી, કોમ્પ્યુટર અથવા CD/DVD દ્વારા – મોટા ભાગના કિસ્સામાં તમારે PPLPRS પાસેથી સંગીતનું લાઈસન્સ ખરીદવાની જરૂર પડશે. વધુ માહિતી માટે www.pplprs.co.uk પર મુલાકાત કરો.

પ્રમાણભૂત ટીવી લાયસન્સની શરતો અને નિયમો શું છે?

તમે નો અર્થ લાયસન્સ પર દર્શાવવામાં આવેલ વ્યક્તિ થાય છે.

એક ટીવી લાયસન્સ માટે જરૂરી શું છે?

લાયસન્સના સ્થળ પર એક ટીવી પ્રાપ્તિ સાધનની સ્થાપના અને ઉપયોગ કરવો. તેમાં આ મુજબ સમાવેશ થાય છે:

 • કાર્યક્રમો જોવા અને રેકોર્ડ કરવા કારણ કે તેઓ ટીવી પર બતાવવામાં આવી રહ્યાં છે અથવા ઓનલાઇન ટીવી સેવા પર જીવંત કાર્યક્રમો જેમાં સામેલ છે ઈન્ટરનેટ અને સેટેલાઈટ કાર્યક્રમો જે યુકે બહારથી સ્ટ્રીમ થતાં હોય
 • ઓન ડિમાન્ડ બીબીસી કાર્યક્રમો જોવાનું અને ડાઉનલોડ કરવાનું, જેમાં ટીવી પકડવું, iPlayer પર બીબીસીનો સમાવેશ થાય છે.

તે ટીવી, ડેસ્કટોપ કમ્પ્યુટર્સ, લેપટોપ, મોબાઇલ ફોન, ટેબ્લેટ્સ, ગેમ્સ કન્સોલ, ડિજિટલ બોક્સ, ડીવીડી, બ્લુ રે અને વીએચએસ રેકોર્ડર, અથવા અન્ય કંઈપણ સહિત કોઈપણ ઉપકરણ પર હોઇ શકે છે.

લાયસન્સ ટીવી સાધનનો ઉપયોગ અને સ્થાપન માટે પરવાનગી આપે છે:

 • કોઈ દ્વારા લાયસન્સયુક્ત સ્થળે.
 • વાહન, બોટ અથવા કાફલામાં નીચેના દ્વારા:
  • તમે અને કોઈપણ કે જે સામાન્ય રીતે (બિન-પ્રવાસ કાફલો જ્યારે કે લાયસન્સ સ્થળે કોઇ ટીવી જોઇ રહ્યા કે રેકોર્ડિંગ કરતા હોય) પરવાના સ્થળે તમારી સાથે રહે છે.
  • કોઈપણ જે સામાન્ય રીતે લાયસન્સ સ્થળે કામ કરે છે (જેથી વાહન, બોટ અથવા કાફલા તરીકે લાંબા સમય સુધી એક વ્યાવસાયિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવે).
 • તમારા અથવા તમારી સાથે સામાન્ય રીતે લાયસન્સ સ્થળે રહેતા હોય તેમના દ્વારા આંતરિક બેટરી દ્વારા સંચાલિત ટીવી સાધનો ઉપયોગ.

લાયસન્સમાં સામાન્ય રીતે સમાવેશ નથીઃ

 • ભાડૂતો, ઉતારો આપનાર અથવા પેઇંગ ગેસ્ટ દ્વારા જ ઉપયોગમાં લેવાતા વિસ્તારો.
 • વિસ્તારો કે જે સ્વયં-પર્યાપ્ત છે.
 • અલગ કાનૂની વ્યવસ્થા દ્વારા સમાવિષ્ટ વિસ્તારો.
 • એક અલગ હેતુ માટે ઉપયોગ થતા હોય તેવા ધંધાદારી વિસ્તારો.

બ્લેક એન્ડ વ્હાઇટ લાયસન્સ

જો તમે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી ધરાવતા હોવ તો પણ, પ્રોગ્રામ્સ રેકોર્ડ કરવા માટે તમારે કલર લાયસન્સની આવશ્યકતા છે. આમ એટલા માટે કે ડિવીડી, વીએચએસ અને ડિજીટલ બોક્સ રેકોર્ડર્સ કલરમાં રેકોર્ડ કરે છે. ટીવી પ્રોગ્રામ્સ રેકોર્ડ કરતું ન હોય તેવા ડિજીટલ બોક્સનો તમે ઉપયોગ કરતા હોવ તો જ બ્લેક એન્ડ વ્હાઇટ લાયસન્સ માન્ય છે.

અન્ય શરતો

 • તમારું લાયસન્સ અમે રદ કરી અથવા બદલાવી શકીશું. જો તેને અમે રદ કરશું, તો અમે તમને જણાવીશું.
 • જો અમે લાયસન્સની શરતોમાં ફેરફાર કરીએ, તો બીબીસી વેબસાઇટ પર અમે સામાન્ય નોટિસ આપશું અને, જો અમને યોગ્ય જણાશે તો, રાષ્ટ્રીય માધ્યમમાં પ્રકાશિત કરીશું.
 • અમારાં રેકોર્ડ્સની અને તમારા ટીવી પ્રાપ્ત કરતા ઉપકરણની તપાસ કરવા માટે અમારા અધિકારીઓ મુલાકાત લઇ શકે છે. તમારે તેમને અંદર આવવા દેવાના નથી.
 • તમારા રેડિયો અથવા ટીવી રીસેપ્શન સાથે તમારું ટીવી પ્રાપ્ત કરતું ઉપકરણ ગેરવાજબી હસ્તક્ષેપ ન કરવું જોઇએ.

તમને ટીવી લાયસન્સની જરૂર પડી શકે છે એમ જણાય છે? હવે તપાસો.

કૃપા કરીને નોંધ કરો: ટીવી લાયસન્સના નીચેના પ્રકારો માટે અલગ નિયમો અને શરતો લાગુ થાય છેઃ હોટેલ અને મોબાઇલ એકમો ટીવી લાયસન્સ, એઆરસી કપાત ટીવી લાયસન્સ અને મનોરંજન એકમો ટીવી લાયસન્સ. તમારી પાસે આમાંથી એક હોય, તો કૃપા કરીને ચોક્કસ નિયમો અને શરતો માટે તમારા લાયસન્સનો સંદર્ભ લો અથવા વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો.

* અમારા 0300 નંબર્સ પર થતા કૉલ્સનો ખર્ચ 01 અથવા 02 પર થતા રાષ્ટ્રીય ખર્ચથી વધુ થશે નહીં, મોબાઇલ અથવા લેન્ડલાઇન પરથી હોય તો પણ. લેન્ડલાઇન્સ પરથી થતા કૉલ્સ પર પ્રાથમિક રીતે 9પૈ પ્રતિ મિનિટ અને મોબાઇલ્સ પરથી થતા કૉલ્સ પર પ્રાથમિક રીતે 8પૈ અને 40પૈની વચ્ચે પ્રતિ મિનિટ ખર્ચ થાય છે. તમારા મોબાઇલ અથવા લેન્ડલાઇન પર જો તમે વિશિષ્ટ મિનિટો મેળવો, તો તેમાં 0300 નંબર પર થતા કૉલ્સનો સમાવેશ થશે.

General information about TV Licensing is available in other languages: